વેનેઝુએલાની ડેલ્સી રોડ્રિગેઝ ભારત પ્રવાસે,વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે.
ભારત અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ ભારતના પાંચ દિવસીય પ્રવાસે આવી છે. નવી દિલ્હીમાં તેમણે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.વિદેશ મંત્રી એસ. જયશંકરે ડેલ્સી રોડ્રિગેઝના ભારત-વેનેઝુએલા સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રોડ્રિગેઝની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બંને દેશોના સહકારને નવી દિશા આપશે.ચર્ચા દરમિયાન ઊર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, દવા ઉદ્યોગ, આરોગ્ય સેવાઓ, પરિવહન અને નવીનીકરણીય ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.ડેલ્સી રોડ્રિગેઝ પાંચ દિવસીય ભારત પ્રવાસે આવી છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. ઉપરાંત વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતના ઊર્જા, ફાર્મા અને ઓટો સેક્ટર સાથે જોડાયેલા વિવિધ સ્થળોની મુલાકાત લઈ સહકારની નવી તકો શોધશે.