અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ અધિનિયમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો. કાર્યક્રમ દરમિયાન ડો. તરલ સાધુ અને ડો. બીસવા દેસાઈએ ડ્રગ્સના સેવનથી માનવ જીવન, સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર થતી ગંભીર અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ નશીલા પદાર્થોના કબજા, સેવન, ઉત્પાદન અને હેરાફેરી સામેની કડક કાનૂની જોગવાઈઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.ઉપસ્થિત લોકોને "ડ્રગ્સને ના... જીવનને હા" નો સંદેશ આપવામાં આવ્યો હતો અને યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ નશામુક્ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકે સહભાગી બનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.