વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંડાદિયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પર્યાવરણ જાળવણી માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.