આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરસાગર ડેરી દ્વારા ઉપાસના સર્કલ સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "Yoga for One Earth, One Health" થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ, મેનેજિંગ ડિરેક્ટર ગુરદીતસિંહ તેમજ પતંજલિ યોગ અધિકારીની ઉપસ્થિતિમાં યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓ અને અધિકારીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી નિયમિત યોગ દ્વારા સ્વસ્થ શરીર, શાંત મન અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
"Yoga for One Earth, One Health" થીમ હેઠળ કાર્યક્રમ...