ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ બજારમાં ચિંતા વધી છે. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી શકે તેવી આશંકા વચ્ચે OPEC દેશોએ જુલાઈથી ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. સ્ટ્રેટ બંધ થાય તો વૈશ્વિક સપ્લાય પર મોટી અસર પડી શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.